તલોદના વાવડી પાસે બે ઈસમો વચ્ચે લેતીદેતી મુદ્દે માથાકૂટ, નોંધાઈ ફરિયાદ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદના વાવડી ચાર રસ્તા પાસે ગતરોજ ઢળતી સાંજે પૈસાની લેતી દેતી મુદ્દે બે ઈસમો વચ્ચે માથાકૂટ થતાં થયેલી માથાકૂટ મારામારી માં પરિણમતાં એક ઈસમ સામે તલોદ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવા પામી છે.
જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે તાલુકાના ગોરા ગામના જીજ્ઞેશ જેહાભાઈ ચમાર હાલ રહે.પ્રાંતિજ સાંજના સુમારે વાવડી ચાર રસ્તા ઉપર ઉભા રહ્યા હતા.ત્યારે મોરાલ ડુંગરી ગામના કરણસિંહ નામનો ઈસમ તેની પાસે આવી નાણાની લેતી દેતી મુદ્દે ફોન કેમ ઉપાડતા નથી તેમ કહી અપશબ્દો બોલવા લાગતા અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ કરણસિંહ જાતિ વિષયક અપશબ્દો બોલી જીજ્ઞેશને નીચે પાડી દઈ મોઢાના નાકના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો.જયારે ઈજાગ્રસ્ત જીજ્ઞેશને ૧૦૮ મારફતે તલોદ અને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે બનાવ અંગે જીજ્ઞેશ ચમારની ફરિયાદને આધારે તલોદ પોલીસે કરણસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.