તલોદ સહિત તાલુકા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો વાદળો ઘોરંભાતા ખેડૂતો ચિંતિત,
ગરમીથી પ્રજાજનોને આંશિક રાહત
ઘઉની ઉપજની લલણી ના સમયે વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ પળીકે બંધાયા
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લાના તલોદ સહિત તાલુકા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીથી પ્રજાજનો ને આંશિક રાહત થઈ છે પરંતુ ખેડૂતો ના જીવ પળીકેે બંધાયા છે.
તલોદ સહિત તાલુકા પંથકમાં ઠંડી ની મોસમની વિદાય ની ઘડીઓ ઘણાઇ રહી છે. ઉનાળુ ઋતુ નુ ધીમા પગલે આગમન થયુ હતું.ત્યા આજે એકાએક વાતાવરણમાં પલટો આવતા સવાર થી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા પ્રજાજનોને ગરમી થી આંશિક રાહત થઈ છે.પરંતુ હવામાન માં ફેર બદલાવ ને લઈને ખેત સિમાડા ઉભો અને લલણી કરેલો ઘઉનો પાક પડ્યો હોઈ બદલાયેલા વાતાવરણ થી ક્યાક કમોસમી માવઠું તો નહીં થાય તેવી ચિંતા માં ખેડૂતો ના જીવ પળીકેે બંધાયા છે.