તલોદ સમર્પણ હોસ્પિટલ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ ખાતે આવેલી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે ના અવેરનેસ કેમ્પ નું હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 96 દર્દીઓ એ કેમ્પ નો લાભ લીધો હતો.
આજકાલ બીપી અને ડાયાબિટીસ ના દર્દીઓ સમાજમા ખુબ વધી રહ્યા છે સમાજ મા એ માટે જાગૃતિ આવે એના પ્રયાસ ના ભાગ રૂપે કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું આ કેમ્પ મા સમર્પણ હોસ્પિટલ ના ફીજીશીયન ર્ડો જય પટેલ અને ફેફસા ના નિષ્ણાંત ર્ડો એઝાઝ મેમન ઉપસ્થિત રહી આરોગ્ય લક્ષી સેવાઓ આપી હતી.જે યોજાયેલ કેમ્પમા ભાગ લેનાર તમામ દર્દીઓ ને જરૂરી લેબોરેટરી રીપોર્ટ અને દવાઓ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મફત આપવામાં આવી હતી.આ કેમ્પ ને સફળ બનાવવા બદલ હોસ્પિટલ સ્ટાફ,તબિબોનઓ,દર્દીઓ નો ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ એ આભાર વ્યક્ત કર્યો હતો