શામળાજી હિમતનગર હાઇવે ઉપરથી મુસાફરના સ્વાંગ માં ઈગ્લિશ દારૂની હેરાફેરી કરતાં ત્રણ ઈસમો ખાનગી લક્ઝરી બસમાં થી ઝડપાયા – વાચો અહેવાલ
રાજેન્દ્ર નગર ચેક પોસ્ટ નજીકથી બાતમીના આધારે એલસીબી પકડ્યો દારૂનો જથ્થો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
શામળાજી હિમતનગર નેશનલ હાઇવે ઉપર રાજેન્દ્રનગર ચેક પોસ્ટ પાસેથી જિલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે મુસાફરના સ્વાંગમાં ઈગ્લિશ દારૂની હેરાફેરી કરતાં ત્રણ મુસાફરો ને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ ૮ ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશભરમા લોકસભા ની ચૂટણીના ધમધમાટ વચ્ચે ગુજરાતના પડોશી રાજય રાજસ્થાન માં થી સમયાંતરે લાખ્ખો રૂપિયા નો દારૂ નો જથ્થો ઘૂસાડવા માં આવી રહ્યો છે ત્યારે ઈગ્લિશ દારૂની હેરાફેરી અટકાવવા નાકાબંધી પ્રોહિબિશન ની સઘન કામગીરી કરવા માટે જિલ્લા એલસીબી પી.આઇ એન.એન કંગારીયા માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીગ અને પ્રોહિબિશન વૉચમાં હતા તે દરમ્યાન એલસીબી ના અ.પો.કો પ્રકાશભાઇ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે શામળાજી તરફથી આવતી મહાવીર ટ્રાવેલ્સ ની ખાનગી લક્ઝરી બસ નં એ.આર ૦૧ ટી ૦૭૫૯ માં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણ ઈસમો પાસે થેલામાં ઈગ્લિશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે નાકાબંધી કરી બાતમી મુજબની લક્ઝરી બસમાં સવાર ત્રણ ઈસમો પાસેથી ઈગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડ ની બોટલ નંગ ૬૮ જેની કિ.રૂ.૪૫૫૫૦/-તથા એક મોબાઇલ મળી કુલ રૂ.૪૬૫૫૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની પ્રોહિબિશન ગુનામાં અટકાયત કરી કુલ ૮ ઈસમો વિરૂધ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું એલસીબી પી.આઇ એન.એન.કંગારીયા માહિતી આપતા જણાવ્યું હતું.
પકડાયેલ આરોપીઓ
(૧) રોહીતકુમાર સ/ઓ બંસીલાલાજી કડવાજી પારઘી ઉ.વ. ૨૦ રહે.ધનોલ પો.સ્ટ.છાણી તા ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન
(૨) સંજયકુમાર સ/ઓ વિજયપાલ કાવાજી ભગોરા ઉ.વ.૧૯ રહે. મીઠીમહુડી પો.સ્ટ.છાણી તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન
(૩) ચેતનકુમાર સ/ઓ લક્ષ્મણલાલ અમરાભાઈ મીણા ઉ.વ.૧૯ રહે.બરના પો.સ્ટ.થોડી થાના કલ્યાણપુર તા.રૂષભદેવ જી.ઉદેપુર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ
(૪) રમેશ ભગોરા રહે મીઠી મહુડી તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન
(૫) રાજસ્થાનના ઉદેપુર ઉદીયાપુલ પાસે ઠેકાનો સેલ્સમેન
(૬) અજય નામનો ઇસમ નડીયાદ (પ્રોહી મુદ્દામાલ રીસીવ કરનાર)
(૭) સંજય વાડીલાલ ભગોરા રહે.મીઠી મહુડી તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન
(૮) મોટા ચીલોડા ખાતે માલ મંગાવનાર ઇસમ