E-Paperઅરવલ્લીગાંધીનગરગુજરાતરાજ્યસાબરકાંઠા

સાબરકાંઠા માં છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેક થી વધુ બે ના મોત – વાચો અહેવાલ

જવાનપુરાના પાટીદાર અને ખેરોલના મિસ્ત્રી પરિવારે આકસ્મિક સ્વજન ગુમાવતા શોકનો માહોલ છવાયો

સાબરકાંઠા માં છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેક થી વધુ બે ના મોત

જવાનપુરાના પાટીદાર અને ખેરોલના મિસ્ત્રી પરિવારે આકસ્મિક સ્વજન ગુમાવતા શોકનો માહોલ

તલોદ ન્યુઝ – હિતેશ શાહ

સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ હાર્ટ એટેક થી એક પછી એક યુવાન,આધેડ અને પૌઢના આકસ્મિક નિધન થતા હાર્ટ એટેકના વધતા બનાવો લોકોની ચિંતા માં વધારો કર્યો છે.ત્યારે છેલ્લા બે દિવસમાં સાબરકાંઠા ના તલોદ તાલુકા માં બે વ્યક્તિઓના હાર્ટ એટેક થી આકસ્મિક મોત થતા પરિવાર ને સ્વજન ગુમાવતા ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના જવાનપુરા ગામના અશોકભાઈ અમૃતભાઈ પટેલ,પૂર્વ ડીરેકટર્સ, (તલોદ માર્કેટયાર્ડ) જેઓ કચ્છ ગયેલા હતા.જ્યા એકાએક હાર્ટ એટેકના હુમલાનો શિકાર બનતા કોઈપણ પ્રકારની તબિબિ સારવાર મળી રહે તે પહેલા તેમનુ મોત નિપજ્યા ના સમાચાર પરિવાર, ગામ પંથકમાં પ્રસરી જતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.જેમની આજે નિકળેલી અંતિમયાત્રા માં સહકારી, રાજકીય, સમાજ આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઇ અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલિ અર્પિ હતી.તેવી જ રીતે તલોદના ખેરોલ ગામના મિસ્ત્રી પરિવાર ના મોભીનુ પણ બે દિવસ અગાઉ જ હાર્ટ એટેક થી મોત મિસ્ત્રી પરિવાર ને આકસ્મિક મૌભી ગુમાવતા પરિવાર જનોમા શોકનો માહોલ પ્રસરી ગયો હતો…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!