ગાંધીનગરગુજરાતગુજરાત

વિધાર્થીનીઓ માટે સરકારે મોકલાવેલ સાયકલો કોના પાપે ધૂળ ખાય છે

ધોરણ નવમા મળવાની સાયકલો વિધાર્થીનીઓ ને ધોરણ દસ માં આવ્યા બાદ મળી

ભાવનગર માં દીકરીઓને ફાળવવામાં આવતી 9000 હજાર સાયકલ એક વર્ષથી ઘૂળ ખાઈ રહી છે

ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસસી, એસટી તથા ઓબીસી ની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે, આ સાઈકલોનો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સાઈકલો સડી રહી છે, કોન્ટ્રાક્ટ કંપનીના કારણે આ વર્ષે 9000 વિદ્યાર્થીઓ સાઈકલથી વંચિત રહ્યા હતા

ભાવનગરમાં વિદ્યાર્થીનીઓ ને મળતી સરકારી સાયકલો ખુલ્લી જગ્યાઓ માં પડી પડી સડી રહી છે જ્યારે અધિકારીઓ આ વાતને કંપની ને દોષિત ઠરાવી રહી છે, ગુજરાત સરકાર દ્વારા ભણતર માટે અનેક ખર્ચાઓ કરી રહી છે જેમાં વિધાર્થીઓ ને ભણતર માટે ની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે જેથી કરીને કોઈ પણ માવતર ને બાળકનું ભણતર પર ભાર નો લાગે જ્યારે દીકરીઓ પણ ભણવામાં પાછળ ના રહી જાય માટે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પણ ગ્રાન્ટ ફાળવે છે જ્યારે દીકરીઓને સ્કૂલે આવવા જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે જેથી કરીને દીકરીઓ ને સ્કૂલ સુધી પહોંચવામાં તકલીફ નો પડે ત્યારે ભાવનગર જીલ્લામાં આ સરકારી સાયકલો કેવી હાલતે છે જોવો આ અહેવાલ……

ભાવનગર જીલ્લામાં ભણતી વિધાર્થીનીઓ માટે સરકાર દ્વારા 2022-23 માં સાયકલ ફાળવવા માટે આપેલ પણ કોન્ટ્રાક રાખતી એજન્સી ની મનમાની તેમજ સાયકલ ની ગુણવત્તા માં ફેરફાર આવતા આ સાયકલો વિદ્યાર્થીનીઓ ને દેવા માટે રોકી દીધી હતી. હલકી ગુણવત્તા વાળી સાયકલો ને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેક વખત ઉપલી અધિકારીઓ તેમજ વડી કચેરી ને ધ્યાનમાં મૂકવામાં આવેલ પણ આ અંગે કોઈ નક્કર પરિણામ આવેલ નહીં જેથી ધોરણ -9 માં વિધાર્થીનીઓ આપવાની સાયકલો હાલ એક વર્ષ પૂર્ણ થતાં હજુ પણ સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારીઓની લોલમલોલ ના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહ્યા હતા,

ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા 2023માં જીલ્લાની સ્કૂલો માંથી નવા એડમિશન મેળવેલ આંકડાઓ મેળવી કુલ 9 હજાર કરતા વધારે અરજીઓ સાથે કુલ 9 હજાર થી વધારે સાયકલોનો ભાવનગર જીલ્લા માટે મંગાવવા માટે અરજી મોકલી આપી હતી, જે સંદર્ભે અત્યાર સુધી માત્ર 3153 જેટલી સાયકલો માત્ર વિતરણ કરવામાં આવેલ, જ્યારે બાકીની સાયકલો વરસાદી પાણીમાં ખુલ્લેઆમ ભંગારની હાલતમાં જોવા મળી હતી, જ્યારે આ સાયકલો જે સ્થળે રાખવામાં આવેલ છે ત્યાં સાયકલો ઉપર મોટા મોટા વેલા નીકળી ચુક્યા છે જ્યારે અનેક સાયકલો માં કાટ લાગી ગયો હતો, જ્યારે મોટા ભાગની સાયકલોના ટાયરમાં હવા પણ નોતી ત્યારે આવી ભંગાર હાલત માં સાયકલો સ્કૂલોમાં મોકલવામાં આવી રહી છે,

ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગના જ્વાબાદર અધિકારી સાથે અનેક વખત ટેલીફોનિક તેમજ રૂબરૂ સંપર્ક કરવાની કોશિષ કરતા પણ અધિકારી પાસે ભાવનગર અને અમરેલી બે-બે જીલ્લાના ચાર્જમાં હોવાને લઇ અધિકારી આ મામલે રૂબરૂ મળ્યા ના હતા, આ અંગે નાયબ નિયામક વનરાજસિંહ ડોડીયા ને આ અંગે પૂછતાં જણાવવામાં આવેલ કે આ સાયકલનો કોન્ટ્રાક ગાંધીનગર ખાતે આવેલ ગ્રીન્કો કંપની ને આપવામાં આવેલ છે જ્યારે આ કંપની દ્વારા સાયકલ ઓડર કરી મંગાવવા માં આવે છે અને ક્વોલિટી તેમજ તમામ તપાસ સહિત માર્કા મારવાની જવાબદારી કંપનીની હોય છે ત્યારે આ સાયકલમાં ગુણવત્તા નબળી હોવાને લઇ આજદિન સુધી વિધાર્થીનીઓ માટે આપવામાં આવેલ નથી જેથી સાયકલો ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ખાય રહી છે તેમ જણાવ્યું હતું,

ભાવનગર જીલ્લાના મહુવામાં પણ આવીજ રીતે વિધાર્થીનીઓ ને આપવામાં માટેની સાયકલો ખુબજ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી જ્યારે ભાવનગર શહેરમાં આ સાયકલો ધૂળ ખાતી ભંગાર હાલતમાં જોવા મળી હતી, ત્યારે કોન્ટ્રાક્ટ રાખતી એજન્સી તેમજ સરકારી અધિકારીઓની મિલી ભગત ના કારણે સરકાર દ્વારા વિધાર્થીનીઓ માટે અપાતી સાયકલો માં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે અનેક સ્કૂલોમાં વિધાર્થીનીઓને મળતી સાયકલો સ્કૂલોમાં ભંગાર હાલતમાં ધૂળ ખાતી જોવા મળે છે જ્યારે વિધાર્થીનીઓના નામે મેળવાતી સાયકલો ક્યારે સમયસર હવે મળશે કે પછી આવી રીતના એક વર્ષ ધૂળ ખાય અને કાટ લાગેલી પડી છે તો હવે… વિધાર્થીનીઓને સાઈકલ મળશે કે નહીં તે જોવાનું રહ્યું….

અશ્વિન ગોહેલ ભાવનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!