ઘરેલું હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત આંબેડકર હોલ, પાનવાડી ભાવનગર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો.
તા.૨૯/૧૧/૨૦૨૪ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તારીખ ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાનાર આ અભિયાન અંતર્ગત મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદ કરવા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી માતાઓ, બહેનો અને કિશોરીઓને ઘરેલું હિંસાથી રક્ષણ આપતા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. DHEW યોજનાના મિશન કો-ઓર્ડિનેટર શ્રી સંજય ઘાઘરેટીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ PBSC યોજના કાઉન્સેલર કનીજબેન કુરેશીએ સેન્ટર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે અને ઘરેલું હિંસાના ક્યા ક્યા પ્રકારના કેશો આવે છે? તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીએ ઘરેલું હિંસાથી મહિલાઓને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ઘરેલું હિંસા કોને કહેવાય તે અંગે કયાં ફરીયાદ કરી શકાય, કાયદા દ્વારા મળતા રક્ષણ અંગે વગેરે મુદાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ DHEW યોજનાના રવિરાજ સરવૈયા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ આઈસીડીએસ શાખા, મહાનગર પાલિકા, ભાવનગરના પુર્ણા કન્સલ્ટન્ટ, હેલીબેન ભટ્ટ દ્વારા કિશોરીઓ માટેની પુર્ણા યોજના અંતર્ગત આરોગ્ય, પોષણ અંગે સમજ આપવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતમાં સંજયભાઈ દ્વારા સાયબર સેફટી અંગે સમજ આપી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર માની કાર્યક્રમ પુર્ણ જાહેર કર્યો હતો…
અશ્વિન જી.ગોહેલ