તારીખ 08/12/2024 ને રવીવાર ના રોજ ભાદર કઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ ના સમસ્ત કોઠારીયા કુટુંબ નું 27 મુ સ્નેહમિલન સંમેલન સુરેન્દ્રનગર મુકામે યોજાયો
જેમાં સુરેન્દ્રનગર- વઢવાણ ના કોઠારીયા પરીવાર ના સંયુક્ત યજમાન હાજર રહ્યા હતા જ્યારે આ સંમેલન માં ધોરણ 1 થી લઈ ને ડિગ્રી કોર્સ સુધી ના જુદા જુદા માધ્યમ અને પ્રવાહ ના 26 જેટલા તેજસ્વી તારલાઓ ને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે કુટુંબ અને સમાજ માં શિક્ષણ અને એકતા વધે અને સમસ્ત કોઠારીયા કુટુંબ ના સરકારી કર્મચારીઓ અને વડીલો દ્વારા સમાજ અને દેશ નું નામ રોશન કરે તેવા વિચારો રજૂ કરવામાં આવ્યા જ્યારે આ કાર્યક્રમમાં મુંબઈ બોટાદ,વડોદરા,અમદાવાદ,ભાવનગર,રાણપુર,બગડ,ધંધુકા,બાવળા, વઢવાણ, સુરેન્દ્રનગર, સહિતના વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ઇનામ મેળવેલ હતા ત્યારે આ કાર્યક્રમના સંચાલકો સંયુક્ત કોઠારીયા પરિવાર ના પ્રમુખ અલીફભાઈ યુનુસભાઈ, ઉપપ્રમુખ રસુલભાઈ ઈબ્રાહિમભાઈ કોઠારીયા, મંત્રી ઈમરાનભાઈ ઇબ્રાહીમભાઇ કોઠારીયા, સહમંત્રી ડોક્ટર જાબીરભાઈ જેબુદ્દીનભાઈ કોઠારીયા, સહિતના કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને કોઠારીયા પરિવારના સમગ્ર ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.