
- પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના કર્મચારીઓને સખત સુચના આપેલ જે ને લય
ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર, મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, જુનાગઢ, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં જુનાગઢ મધ્યસ્થ જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર કેદી ભીખાભાઇ ઉર્ફે ભીખો અબ્દુલભાઇ બાદરાણી રહે.જાવંતરી ગીર તા.તલાલા જી. ગીર સોમનાથવાળા મહુવા, જુના એસ.ટી. વર્ક શોપ ખાતે હાજર છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં આરોપી વચગાળાની રજા ઉપરથી ફરાર કેદી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. તેને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા આગળની તજવીજ હાથ ધરેલ
ન્યુઝ બાય :- અશ્વિન જી.ગોહેલ ભાવનગર