EntertainmentUncategorizedઅમરેલીઅરવલ્લીઆણંદઆંધ્ર પ્રદેશઆસામઉત્તર પ્રદેશઉત્તરાખંડઓડિશાકચ્છકર્ણાટકકેરળખેડાગાંધીનગરગીર સોમનાથગુજરાતગોવાછોટા ઉદેપુરજમ્મુ અને કાશ્મીરજામનગરજુનાગઢઝારખંડટોપ સ્ટોરીઝડાંગતમિલનાડુતાપીતેલંગાણાત્રિપુરાદાહોદદેવભૂમિ દ્વારકાનર્મદાનવસારીનાગાલેન્ડપંચમહાપશ્ચિમ બંગાળપાટણપોરબંદરબનાસકાંઠાબિઝનેસબોટાદબોલીવુડભરૂચભારતભાવનગરમણિપુરમહીસાગરમહેસાણામિઝોરમમેઘાલયમોરબીરાજકોટલાઇફ સ્ટાઇલવડોદરાવલસાડસંઘર્ષ ગાથાસાબરકાંઠાસિક્કિમસુરતસુરેન્દ્રનગરહરિયાણાહિમાચલ પ્રદેશ

ભાવનગરમાં હોટલ/ગેસ્ટ હાઉસ,બેંકીંગ સંસ્થાઓ સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું ‌પ્રસિધ્ધ

આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે અને આ પ્રકારની અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટા ભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોના ઉપયોગ દ્વારા હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ,બેંકીંગ સંસ્થાઓ,એ.ટી.એમ. સેન્ટરો,મલ્ટીપ્લેક્ષ થીયેટર,લોજીંગ,બોડીંગ, ધર્મશાળાઓ,આંગડીયા પેઢીઓ,ઔઘોગિક એકમો,પેટ્રોલ પંપો,ટોલ પ્લાઝા,ધાર્મિક સ્થળો,સોના-ચાંદીની દુકાનો,કોમશિયલ સેન્ટરો સહિતના જાહેર સ્થળોએ રોકાણ કરી/હિલચાલ કરી ભૌગોલીક પરિસ્થિતીથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે.

જેના કારણે જાહેર સલામતી જોખમાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી કથળતી હોય છે.જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઈસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવા માટે હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ,એ.ટી.એમ.સેન્ટરો,મલટી પલેક્સ થીયેટર લોજીંગ,બોડીંગ,ધર્મશાળાઓ,આંગડીયા પેઢીઓ,ઔદ્યોગિક એકમો,પેટ્રોલ પંપો, ટોલ પલાઝા,ધાર્મિક સ્થળો,સોના-ચાંદીની દુકાનો,કોર્મશિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા રાખવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે.જે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.

આથી,અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો,ભાવનગર,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે નીચે મુજબનો હુકમ કરું છું.

અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા તત્વોને નિયંત્રણમાં લેવા સારુ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓના બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ બેંકીંગ સંસ્થાઓ,એ.ટી.એમ.સેન્ટરો,મલ્ટી પ્લેક્સ થીયેટર,લોજીંગ,બોડીંગ,ધર્મશાળાઓ,આંગડીયા પેઢીઓ,ઔદ્યોગિક એકમો,પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા,ધાર્મિક સ્થળો,સોના-ચાંદીની દુકાનો,કોર્મશિયલ સેન્ટરો પર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમ રાખવાથી આચરવામાં આવતી પ્રવૃત્તિને મંજામ આપતા પહેલા જ અંકુશમાં લઈ શકાય અને ગુનાખોરી પ્રવૃતિઓ જેવી કે,ચોરી,ધાડ,ચીલ-ઝડપ જેવા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવી શકાય અને ગુન્હા બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે તે માટે ઉપરોક્ત જણાવેલ તમામ સ્થળોએ સી.સી.ટી.વી.કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમ સાથે લગાડી સબંધિત માલિકો,મેનેજરો,સંચાલક,ટ્રસ્ટીઓએ નીચે મુજબની શરતોનો અમલ કરવાનો રહેશે

1. જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ,બેંકીંગ સંસ્થાઓ,એમ.ટી.એમ.સેન્ટરો,મલ્ટીપ્લેક્ષ થીયેટર,લોજીંગ,બોડીંગ, ધર્મશાળાઓ,આંગડીયા પેઢીઓ, ઔધોગિક એકમો,ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો,કોમર્શિયલ સેન્ટરો,પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પપષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું વીડીયો રેકોડીંગ થઈ શકે તેમજ બેકિંગ સંસ્થાઓ,આંગડીયા પેઢીઓ,સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા જતા તમામ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી.કેમેરા,નાઈટ વીઝન કેમેરા હાઈ ડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે.

2. સી.સી.ટી.વી. કેમેરા (નાઈટવીઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે.
3. સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકશ્રીની રહેશે.

4. ઉપરોક્ત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી ઝેડ,કેમેરા ગોઠવવા.

5. ઉપરોક્ત જણાવેલ સ્થાળોના પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા.
6. રીસેપ્શન સેન્ટર,લોબી,બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય,ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવા.

આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩) ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોસ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે”

આ અંગેનું રેકર્ડ/માહિતી પોલીસ અધિક્ષકશ્રી,અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી,એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી કે તેમના તાબાના અધિકારીશ્રીઓ દ્વારા સુચના મળ્યે રજૂ કરવાની રહેશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!