ગુજરાત પત્રકાર એક્તા પરિષદનું પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને મળી પત્રકારો ના પડતર બાર જેટલા પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ પત્રકાર એકતા પરિષદ ની ટીમ સાથે જોડાઈ એમણે પણ લેખિતમાં મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી હતી જેમાં વર્ષો થી પત્રકારો ના પડતર પ્રશ્નો ના ઉકેલ માટે મુખ્ય મંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક્યોજવા ખાતરી આપી હતી…
ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના નેતૃત્વ માં પ્રતિનિધિ મંડળ કે જેમાં જિલ્લા પ્રમુખો,પ્રદેશ ઉપ્રમુખ,મહા મંત્રી મંત્રી સહિત હોદ્દેદારો ની હાજરીમાં મુખ્ય મંત્રીને મળી લેખિત રજૂઆત માટે આજે બોટાદ ધારાસભ્ય ના પ્રયાસ થી મુખ્ય મંત્રી નો સમય લઈ પત્રકારોના રહેલા 12 પ્રશ્નો ની રજૂઆત લેખિત માં કરી હતી જેમાં પત્રકારો ની વર્ષોથી પડતર માંગણીઓ ને વાચા આપવા મુખ્ય મંત્રીએ તત્પરતા દેખાડી વહેલી તકે ટેબલ ટોક કરી ઉકેલ લાવવા ખાતરી આપી હતી.સમગ્ર માંગણીઓ માં બોટાદ ધારાસભ્ય દ્વારા પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે ઉકેલ માટે ભલામણ કરી હતી જ્યારે બોટાદના ધારાસભ્ય દ્વારા વિધાનસભા છત્ર દરમિયાન જુદા જુદા જિલ્લાના પત્રકારો ને વિધાનસભા ની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપી પત્રકારો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી..
ન્યૂજ બાય :- અશ્વિન જી. ગોહેલ