ભાવનગર માં કેન્દ્રીય મંત્રી ના કાર્યક્રમમાં હેલ્થમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ને ફરજિયાત હાજર રહેવા માટે નો લેટર મોકલાયો
ભાવનગર માં ફરજ બજાવતા અધિકારીઓ કામમાં લોલમલોલ કરે જ્યારે ભાજપ પેરિત કાર્યક્રમમાં ચૂપ પેક્ષક બની માત્ર કાર્યક્રમ નિહાળસે
લોકમુખે ચર્ચા
એક મિસ્કોલ કરો ભાજપ ના સદસ્ય બનો તો એક મિસ્કોલ કરવાથી લોકોના કે.વાય.સી કેમ નહીં થતા તેના માટે કેમ લાઈનો લાગે છે તેવું લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો
ભાવનગર માં સરકાર દ્વારા અનેક વિકાસ ના કાર્યો કરવામાં આવે છે જયારે આ વિકાસ ના કાર્યો સરકાર શ્રી ના મંત્રીઓ ના હસ્તે ખાતમુહૂર્ત થતા હોય છે ત્યારે ભાજપ સંગઠન દ્વારા થતા મોટા કાર્યક્રમો માં પબ્લિક એકત્રિત કરવા માટે ફરજિયાત કાર્યકરો ને ટાર્ગેટ આપવામાં આવે છે જ્યારે પબ્લિક કંટાળી નહીં આવતા આખરે કાર્યક્રમ નું સભા સ્થળ પેક કરવા માટે સરકારી નોકરીઓ માં કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરતા લોકોનો ઉપયોગ લેવામાં આવે છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો હતો જેમાં આવતી કાલે તા. ૧૫/૧૨/૨૦૨૪, રવિવાર ના રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ હેઠળના ₹ 149.83 કરોડના કુલ અગીયાર કામોના ખાતમુહુર્ત કાર્યક્રમ તથા ₹ ૨ કરોડના એક કામનું લોકાર્પણ ભારત સરકાર ના શ્રમ કલ્યાણ, યુવા અને રમતગમત બાબતના કેન્દ્રીય મંત્રીશ્રી માન. ડૉ. મનસુખભાઈ માંડવીયા તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ના વરદ હસ્તે કરવામાં આવશે જે કાર્યક્રમમાં ભાજપ નગર સેવકો સહિત તમામ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું સૂચન સંગઠન માંથી મળી રહ્યું છે તેવું હાલ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી જ્યારે રવિવાર ના રોજ કાર્યક્રમ હોવાથી અનેક લોકો ના પણ આવે અને કેન્દ્રીય મંત્રી ના વરદ હસ્તે કાર્યક્રમો થતા હોય પબ્લિક તો બતાવવીજ પડે માટે ભાવનગર માં હેલ્થ વિભાગ માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ બેજ પર રહેલ તમામ વર્કરો માટે ફરજિયાત હાજર રહેવા માટે નો એક લેટર સોશ્યિલ મીડિયા માં વાઇરલ થયો હતો ત્યારે રજા ના દિવસે પણ કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરતા કર્મચારીઓ તેમજ આશા વર્કરો બહેનોએ પણ તમામ પોતાના કામકાજ મૂકી કાર્યક્રમમાં હાજર રહેવા માટે કડક સૂચના મળી હતી ત્યારે આ વાઇરલ થય રહેલા લેટર ને લય અનેક ચર્ચાનો વિષય બન્યો હતો
……
ન્યુઝ :- અશ્વિન ગોહેલ ભાવનગર