ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પકડાયેલ આરોપી ભરત ઉર્ફે ઠાકર ભુપતભાઇ માધાભાઇ મકવાણા ઉ.વ.૨૪ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નંબર-૧૯, શિવ અમૃત, ટોપ થ્રી સર્કલ, ભાવનગર મુળ-પાદરગઢ તા.તળાજા જી.ભાવનગર
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના કર્મચારીઓને સખત સુચના આપેલ હોય જે અંગે તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ભરત ઉર્ફે ઠાકર ભુપતભાઇ માધાભાઇ મકવાણા રહે.ટોપ થ્રી સર્કલ, ભાવનગરવાળો ભાવનગર, રબ્બર ફેકટરી સર્કલ, જવાહર મેદાનમાં જવાના દરવાજાની ડાબી બાજુ એક મોટર સાયકલ સાથે ઉભેલ છે. જે મોટર સાયકલ તે કયાંકથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ભરત ઉર્ફે ઠાકર ભુપતભાઇ માધાભાઇ મકવાણા ઇસમને મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી ત્રણેક વર્ષ પહેલાં આ મોટર સાયકલ તેના મિત્ર હર્ષ ઉર્ફે ખાગો અશ્વિનભાઇ ગામી રહે.સુરત હાલ-મર્ડરના ગુન્હામાં સુરત,લાજપૈાર જેલમાં છે.તેણે મને મોટર સાયકલ રૂ.૮,૦૦૦/-માં આપેલ હતું.જે મોટર સાયકલ હું મારી રીતે ફેરવતો હોવાનું જણાવેલ. જેથી આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.જે અંગે સુરત શહેર, કાપોદરા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ હતી
અશ્વિન જી. ગોહેલ ભાવનગર