ભાવિ વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવો અને વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અમરેલી ૨૦૪૭ નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ
સુશાસન સપ્તાહ ની અમરેલી ખાતે વર્કશોપનો પ્રારંભ કરાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજાએ દીપ પ્રાગટ્ય સાથે આ વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો
જ્યારે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલે જણાવ્યુ કે, ૨૦૪૭માં ભારત કેવું હશે અને જેના વિવિધ ક્ષેત્રના વિવિધ પાસાઓને આવરી લઇ વ્યૂહરચનાઓનું ઘડતર કરવું, ગ્રામ્ય – શહેરી વિસ્તારોની જરુરિયાતને ધ્યાને લઇ વાસ્તવિક લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુડ ગવર્નન્સ, ગુડ ગ્રિવાન્સિસ, ગુડ સર્વિસ ડિલેવરી સિસ્ટમ વિકસાવવી, ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખી વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અમરેલી ૨૦૪૭ નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે ત્યારે જિલ્લા આયોજન કચેરીના રાજુભાઇ વામજાએ અમરેલી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતા કહ્યુ કે, વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત અમરેલીના અભિગમ સાથે પ્રાથમિક સુવિધાઓનું માળખું તૈયાર કરવું, શહેરી – ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ક્ષેત્રની સુવિધાઓમાં વધારો કરવો, કૌશલ્યસભર માનવબળ તૈયાર કરવું,સહિત આ વર્કશોપમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, પ્રાંત અધિકારી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી, જિલ્લા આયોજન અધિકારી, આયોજન, મહેસૂલ, પંચાયત, ચૂંટણી, આરોગ્ય સહિતની વિવિધ કચેરી-શાખાના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી