સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ઘરફોડ ચોરી કરનાર પરપ્રાંતિય ઇસમો ને ઝડપી પાડતી અમરેલી પોલીસ ટીમ
પકડાયેલ પરપ્રાંતીય ઈસમો પાસેથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા :- ૨,૮૮,૫૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ચોરીના બનાવનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ દ્વારા ચોરી ના અન ડિટેક્ટ ગુનાહ સોધવા પેટ્રોલિંગ માં હતા ત્યારે ફરિયાદ કરનાર જયસુખભાઈ કાળાભાઈ બરવાળીયા, ઉ.વ.૫૨, રહે.થોરડી, પ્લોટ વિસતાર, તા.સાવરકુંડલા, જિ.અમરેલીવાળાના રહેણાંક મકાને ગઇ તા.૨૫/૦૮/૨૦૨૪ ની રાત્રીને કોઈ અજાણ્યા ઇસમો ઘરની દીવાલ ઉપરથી ધાબામાં આવી, ધાબાની સીડી વડે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, દરવાજા તથા તીજોરી ખોલી સોનાની ચેઈન, સોનાની રૂદ્રાક્ષની પારાવાળી કંઠી, બે સોનાની વીટી તથા ચાંદીની જુની વસ્તુઓ તથા રોકડ રૂ.૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૩,૫૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે જયસુખભાઈ એ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબનો ગુન્હો રજી. થયેલ.જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ત્રણ પરપ્રાંતિય ઇસમોને શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે પકડી પાડી, સઘન પુછ પરછ દરમિયાન ઉપરોકત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ચોરીની કબુલાત આપેલ હોય અને થોરડી ગામે ચોરીના સોના ચાંદીના સીમ વિસ્તારમાં છુપાવેલ હોવાની હકિકત જણાવેલ હોય, તે જગ્યાએ જઇ તપાસ દરમિયાન ઉપરોકત ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ રીકવર કરી, ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ તથા લોખંડનો સળીયા કબ્જે કરી, ઉપરોકત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવમાં એલ.સી.બી.ટીમને સફળતા મળેલ છે…..
રિપોર્ટર :- મૌલિક દોશી અમરેલી