E-PaperEntertainmentઅમરેલીગાંધીનગરગુજરાતભાવનગર

અમરેલીમાં દર રવિવારે યોજાશે સાઈકલ રેલી – વધુમાં વધુ નાગરિકો અને ખેલાડીઓને જોડાવા અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીનો અનુરોધ

૨૨ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

“Sunday On cycle Campaign” – “Green India Fit India”
અમરેલીમાં દર રવિવારે યોજાશે સાઈકલ રેલી – વધુમાં વધુ નાગરિકો અને ખેલાડીઓને જોડાવા અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીનો અનુરોધ જ્યારે  અમરેલી તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ (સોમવાર) કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી દ્વારા ગત તા.૧૭ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી, આ પ્રસંગે ૫૦૦થી વધુ સંખ્યામાં ઉત્સાહી સાઇકલ લિસ્ટ્સની ઉપસ્થિતિ હતી. આ ક્ષણને ઐતિહાસિક અને રાષ્ટ્રનો સૌથી મોટો સાઈકલિંગ કાર્યક્રમ બનાવવા દેશભરમાંથી ૧,૦૦૦થી વધુ ઉત્સાહી સાઇકલ લિસ્ટ્સ જોડાયા હતા 

‘Sunday On cycle Campaign’ ની શરુઆત કરવામાં આવી, વ્યક્તિગત અને સમુહને દરેક રવિવારે સાઈકલ ચલાવવાની પ્રેરણા આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. વધતા જતા પ્રદુષણના પડકાર સામે સાઈકલિંગ શ્રેષ્ઠ ઉકેલ છે તેમ કહી શકાય. “Sunday On cycle Campaign” એ “Green India Fit India” અભિયાન માટે પણ પ્રેરક તરીકે કાર્ય કરશે ત્યારે અમરેલી જિલ્લામાં તા.૨૨ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, મહત્વનું છે કે, હવેથી દર રવિવારે સવારે ૦૭:૦૦ કલાકે અમરેલી સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી સાઇકલ રેલીનું પ્રસ્થાન થશે. દર રવિવારે યોજાનાર આ સાઇકલ રેલીમાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો અને ખેલાડીઓને જોડાવા અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!