એડિટર :- અશ્વિન જી.ગોહેલ ભાવનગર
ભાવનગર ઝૂંપડ પટ્ટી ની વ્હારે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ તથા વડાળ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસ આગેવાનો સહિત સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકો તેમજ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસ સભ્યો એ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં ભાવનગર મનપા દ્વારા બોરતળાવ આરટીઓ રોડ થી શરૂ કરીને ગઢેચી વડલા થઈને કુંભારવાડા ના ખારમાં ભળતી ગટરનું શુદ્ધિકરણ અને નવીનીકરણ માટે આ કેનાલના કાંઠા પર 40 વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરતા ગરીબ અને મધ્યમ પરિવાર ના લોકોને બીએમસી દ્વારા વસવાટ કરતા મકાન તત્કાલ હટાવી લેવા માટે નોટીસો ફટકારી છે ત્યારે આ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોએ એવી માંગ કરી છે કે આટલા લાંબા સમયથી આ સ્થળ પર તેમનો વસવાટ હોય અને રહેનાર મોટાભાગના પરિવારો પાસે ઘરનું ઘર બનાવી શકે એવી કોઈ જ આર્થિક વ્યવસ્થા થી સક્ષમ ન હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ આ વિસ્થાપિતો માટે આવાસ યોજનામાં ફ્લેટની ફાળવણી કરવામાં આવે અથવા પ્લોટ ફાળવવામાં આવે ત્યારબાદ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે આ માંગને લઈને અગાઉ અલગ અલગ સંસ્થાના નેજા હેઠળ જિલ્લા કમિશનરને રજૂઆતો કરવામાં આવી છે ત્યારે આજરોજ રાષ્ટ્રીય કોંગ્રેસના કદાવર નેતા એવા શક્તિસિંહ ગોહિલ તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના વડપણ હેઠળ ગઢેચી વડલા થી જિલ્લા કલેકટર કચેરી સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા પહેલા જશોનાથ સર્કલ ખાતે મહા સભા યોજી હતી જેમાં ભાવનગર શહેર કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારોએ શાસક પક્ષને બરાબર ફાંસમાં લીધા હતા તો શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય તથા કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકારની નીતિ રીતે ઓની આકરા શબ્દોમાં નિંદા કરી હતી આ રેલીમાં સંભવિત વિસ્થાપિતોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી જ્યારે લોકો દ્વારા ડિમોલેશનનો વિરોધ અને સરકારી નીતિનો વિરોધ હવે એક મોટો મુદ્દો બની ગયો હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસ કાર્યો કે ડિમોલેશન પર બ્રેક લાગશે કે કેમ તે આવનારા સમય માં જોવું રહ્યું આ રેલી સાથે કોંગ્રેસના દિગ્ગજોએ જિલ્લા કલેકટરને મળીને વિસ્થાપિતોની માંગ વર્ણવી હતી અને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવેલ……