
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અંગે આજરોજ તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી “રીયાઝખાન ઇસ્માઇલખાન પઠાણ રહે. ભાયંદર મુંબઇ મુળ રહે. અમીપરા પખાલીવાડ ભાવનગરવાળો હાલ પાલીતાણા એસ.ટી બસ સ્ટેશનના ગેટ સામે જાહેર રોડ પર ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં રિયાંઝખાન ઇસ્માઇલખાન પઠાણ હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, સોહીલભાઇ ચોકીયા, ચન્દ્રસિંહ વાળા, અલ્ફાઝભાઇ વોરા, હસમુખભાઇ પરમાર, પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયા હતા
અહેવાલ :- અશ્વિન જી. ગોહેલ ભાવનગર