
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર માં આવેલ એક ગેસ્ટ હાઉસમાં એક ત્રીસ વર્ષીય ડોક્ટરે ગળે ફાંસો ખાઇ ને આપઘાત કર્યો હતો
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગારિયાધાર ખાતે યુવાન તબીબ નટુભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ નામનાં આ ડોક્ટરે કોઈ કારણોસર આપઘાત કર્યો હતો જયારે આ સુસાઇટ પાછળ કોઈ કારણ અકબંધ છે હાલ પોલીસ દ્વારા ડોકટર ના સુસાઇટ ને લય તપાસ હાથ ધરવામાં આવી છે જયારે ડોકટર ના મૃતદેહ ને પી.એમ અર્થે ગારીયાધાર સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જયારે આ ડોક્ટર નું મૂળ ગામ પાલીતાણા તાલુકા નું ભાદાવાવ છે અને હાલ છેલ્લા એક વર્ષ થી તેઓ ગારીયાધાર તાલુકા ના રૂપાવટી ગામમાં ક્લિનિક ચલાવતા હતા ત્યારે સુખી સંપન્ન ઘરમાં થી આવતા આ ડોક્ટરે કેમ આપઘાત કર્યો છે તે ચર્ચા નો વિષય બન્યો હતો જોકે આ દિશા માં ગારીયાધાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે અને પી.એમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ તમામ વિગતો જાણવા મળશે…..
રીપોર્ટ :- અશ્વિન કણસાગરા સાથે હનીફ બિલખિયા