તલોદ રેલ્વે સ્ટેશન પાર્કિગ નજીકથી અજાણ્યા આધેડની લાશ મળી
ડભોડા રેલ્વે પોલીસે મૃતકની ઓળખવિધી હાથ ધરી
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લા ના તલોદ રેલ્વે સ્ટેશન ના પાર્કિગ નજીકથી આજે વહેલી સવારે એક અજાણ્યા આધેડ પુરૂષની લાશ મળી આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લાના તાલુકા મથક તલોદ રેલ્વે સ્ટેશનના પાર્કિગ નજીક એક ૫૫ વર્ષિય આધેડ પુરૂષની લાશ પડી હોવાની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા.આ અગે સ્થાનિક પોલીસ અને ડભોડા રેલ્વે પોલીસને જાણ કરવામાં આવતા ડભોડા રેલ્વે પોલીસ ના હિતેન્દ્રસિહ વહેલી સવારે તલોદ ખાતે દોડી આવી મૃતક આધેડની લાશ નો કબ્જો લઈ તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી મૃતકની ઓળખવિધી હાથ ધરી હતી.પરંતુ આ લખાય છે ત્યાં સુધી મૃતકની ઓળખ થવા પામી નથી.મૃતક ટીબી ની બિમારી થી પિડીત હોવાનું રેલ્વે પોલીસ ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.જેની લાશને તલોદ સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરી કોલ્ડ સ્ટોરેજમા મુકવામાં આવશે તેમ રેલ્વે પોલીસ ના હિતેન્દ્રસિહ માહિતી આપતા જણાવ્યુ હતું..
Tags
Sabarkantha News