તલોદના હરસોલ નજીકથી ત્રણ વર્ષથી નાસતો ફરતો અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદના હરસોલ નજીકથી ત્રણ વર્ષથી અપહરણના ગુનામાં પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને તલોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે ગાધીનગર જિલ્લાના ડભોડા ગામનો લાલાજી ઉર્ફે ખંજર શંભુજી રાવળ આજથી ત્રણેક વર્ષ અગાઉ તલોદના હરસોલ ની સીમમાં થી બાર વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ભાગી ગયો હતો.જે સંદર્ભે તલોદ પોલીસ દફતરે લાલાજી ઉર્ફે ખંજર સામે અપહરણ સહિત નો ગુનો પોલીસ દફતરે નોધાયો.જે ગુનાનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો લાલાજી રાવળ ભોગ બનનાર સગીરા સાથે તલોદના હરસોલ નજીક ઉભો હોવાની તલોદ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ જયપાલસિહ ને મળેલી બાતમીના આધારે મહિલા પોલીસ નિમીષાબેન સાથે રાખી બાતમી મુજબના સ્થળે થી બંને ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ તલોદ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું.
Tags
Sabarkantha News