E-Paperઅરવલ્લીખેડાગાંધીનગરગુજરાતધર્મસાબરકાંઠા

પવિત્ર યાત્રાધામ ડાકોર માં શ્રધ્ધાનો સાગર છલકાયો ,ફાગલ આયો રે રંગ લાયો…લાયો..લાયો

રાજાધિરાજ રણછોડરાય ના દર્શન કરવા રંગોત્સવ મનાવવા ભક્તો અધિરા બન્યા

પવિત્ર યાત્રાધામ ડાકોર માં શ્રધ્ધાનો સાગર છલકાયો ,ફાગલ આયો રે રંગ લાયો…લાયો..લાયો

રાજાધિરાજ રણછોડરાય ના દર્શન કરવા રંગોત્સવ મનાવવા ભક્તો અધિરા બન્યા
ડાકોરને સાંકળતા માર્ગો ઉપર ભાવિક ભક્તોની માનવ સાકળ રચાઇ
કૃષણમય નગરી ડાકોર જય રણછોડ..માખણચોર ના નાદથી ગુજી ઉઠી 
ડાકોરને સાંકળતા માર્ગો ઉપર ઠેર ઠેર વિસામા કેન્દ્રો ઉપર ભક્તોને આવકારવા સેવાભાવી તત્પર 
તલોદ ન્યુઝ  – હિતેશ શાહ
હોળી અને ધુળટીના પાવન પર્વે ખેડા જિલ્લામા બિરાજમાન રાજાધિરાજ રણછોડરાય ના દર્શન કરવા અને રંગોત્સવ મનાવવા માટે કૃષ્ણ ભક્તો અધિરા બન્યા છે.આજે ફાગણ સુદ પૂનમના દર્શન માટે દુર દુર થી ભાવિક ભક્તો પગપાળા વાહન માર્ગે ઉમટી પડતા ડાકોરને સાકળતા માર્ગો ઉપર ભાવિક ભક્તોની માનવ સાંકળ રચાતા મંદિર સુધી જાણે શ્રધ્ધા નો સાગર ઉમટ્યો હોય તેમ ભાવિક ભક્તો થી કૃષ્ણ નગરી ડાકોર છલકાઇ ગયું છે. ચોતરફ વિવિધ ભજન મંડળીઓ દ્વારા ગવાતા ભજનોમાં એક જ નાદ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ….જય રણછોડ. ..માખણચોર …ના ગગનભેદી નાદ સાથે ભક્તો નો પ્રવાહ દર્શન માટે આગળ વધતાં લાખ્ખોની સંખ્યા માં ભક્તો દર્શન કરવા રણછોડરાયની એક ઝલક મેળવવા મંદિર પરીસરની લાબી કતારોમાં હૈયે હૈયુ દળાય તેવી ભારે ભીડ વચ્ચે ભક્તો અધિરા બન્યા હતા.
ડાકોર ખાતે રણછોડરાય ના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો ને કોઈ તકલીફ કે અડચણ ઉભી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તકેદારી ના ભાગરૂપે મંદિર સામે આવેલ ગોમતી તળાવ ફરતે આડશો ઉભી કરી દેવામાં આવી હતી.કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ઝડવાઇ રહે તે માટે બે હજાર થી વધુ પોલીસ જવાનોનો ખડેપગે રહી બંદોબસ્ત જાળવતા ફાગણી પુનમ ની ઉજવણી નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી. ..જય રણછોડ….માખણચોર……

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!