E-Paperઅરવલ્લીગાંધીનગરગુજરાતસાબરકાંઠા

તલોદ સહિત તાલુકા પંથકમાં ઠેર ઠેર હોલિકા દહન,ફાગણ પૂનમ અને હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી – વાચો અહેવાલ

દેવ મંદિરોમાં વહેલી સવાર થી જ ભાવિક ભક્તોની દર્શન માટે લાબી કતારો

તલોદ સહિત તાલુકા પંથકમાં ઠેર ઠેર હોલિકા દહન,ફાગણ પૂનમ અને હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી

દેવ મંદિરોમાં વહેલી સવાર થી જ ભાવિક ભક્તોની દર્શન માટે લાબી કતારો
તલોદ ન્યુઝ  – હિતેશ શાહ
ફાગણ સુદ પૂનમ એટલે હોળી અધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમા હોળી પર્વની તાલુકા પ્રજાજનો ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.ફાગણ સુદ પૂનમને લઈને તલોદ તાલુકાના દેવ મંદિરો રાધા કૃષ્ણ મંદિર, શ્રી નાથજી હવેલી, અંબાજી મંદિર, બડોદરા વહાણવટી મંદિર, સલાટપુર ખોડિયાર મંદિર,ખાતે વહેલી સવાર થી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.દેવ મંદિરોમાં રંગબેરંગી રંગોથી ભાવિક ભક્તો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 
ત્યારબાદ સાજના સમયે ૭:૧૫ બાદ તલોદ શહેર સહિત તાલુકા પંથકમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં તલોદ ટાવર ચોક,માતાજી ચોક,દેસાઇનગર,મહિયલ,તલોદગામ સહિત ગ્રામ્ય વિસ્તાર માં ઠેર ઠેર વૈદિક શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે હોલિકા દહન કરવામાં આવતા સૌ ભાવિક ભક્તો હોલિકા દહન માં શ્રીફળ ,ધાણી,ખજૂર,કળશમાં જળ સાથે પ્રદક્ષિણા કરી સૌ જીવોના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હોળી પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળીના બીજા દિવસ એટલે ધૂળેટી પર્વની આજે તાલુકાના પ્રજાજનો રંગબેરંગી રંગોથી એકબીજા ને બુરા મત માનો હૌલી હૈ હોલી ની થીમ ઉપર નાચગાન સાથે આજે ધૂળેટીનો રંગોત્સવનો પર્વ ધામધૂમ થી ઉજવાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!