સાબરકાંઠામાં વધુ એક પૂર્વ કોંગી આગેવાને કોંગ્રેસનો હાથ છોડ્યો – વાચો અહેવાલ પક્ષની નારાજગીને કારણે પ્રાથમિક સભ્યપદ,તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું – ભગવતસિંહ ઝાલાજિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું
તલોદ ન્યુઝ – હિતેશ શાહલોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનો સાથ છોડી એક પછી એક કાર્યકર અને હોદ્દેદારો તુંટતા કોંગ્રેસ સંગઠનનું માળખુ વિખેરાઈ રહ્યું છે. તાજેતરમાં જ તલોદ ન.પા.પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી એકસોથી વધુ કાર્યકરો સાથે જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કેસરીયો ધારણ કરી લેતા કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાયું હતું. આજે વધુ એક પૂર્વ કોંગી આગેવાને કોંગ્રેસને રામ રામ કરી કોગ્રેસ નો હાથ છોડી દેતા કોંગ્રેસ છાવણીમાં છન્નાટો છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ગામના કોંગ્રેસના કાર્યકર ભગવતસિંહ ઝાલાએ કોંગ્રેસ પાર્ટીના તાલુકા સંગઠન માં તલોદ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.છેલ્લા દસ વર્ષથી સક્રિય કાર્યકર અને કોંગી આગેવાન તરીકે સેવાઓ આપતા ભગવતસિંહ ઝાલાએ એકાએક લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના જોડાણ થી છૂટા પડવાનો નિર્ણય લઈ પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા ઉપરથી રાજીનામું લેખિતમાં આપી દેતા કોંગી કાર્યકરો પણ અચંબામાં મુકાઈ ગયા હતા.જે બાબતે તેમને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા, જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરણસિંહ ઝાલાને તેમનું રાજીનામું લેખિતમાં મોકલી આપ્યું છે. આ બાબતે ભાગવતસિંહ ઝાલાને ટેલિફોનીક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે પાર્ટીથી નારાજગીને કારણે મેં મારા પ્રાથમિક સભ્યપદ અને તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.