
રણાસણ નજીકથી કેબલ ચોરીના વાયર સાથે બે તસ્કરોને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી પાડ્યા
ઈન્ડસ ટાવરના સેલ્ટર હોમમાં થી કરી કેબલ વાયરની તસ્કરી
ગણતરીના કલાકોમાં ગામમાં થી ઝડપાઇ જતા પોલીસ ને હવાલે કરાયા
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ સહિત તાલુકા પંથકમાં તસ્કરોને નશ્યત કરવા પોલીસ પેટ્રોલીગ સઘન કર્યું છે.ત્યારે તલોદના રણાસણ માં થી કેબલ વાયરની ચોરી કરી ભાગવા જતા બે ઈસમો ને સ્થાનિકોએ ગણતરીના કલાકમાં મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી તલોદ પોલીસ ને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રણાસણ માં થી કેબલ ચોરી કરી ભાગવા જતા હિમતનગર ના બે તસ્કરોને સ્થાનિકો રંગેહાથ ઝડપી પોલીસ ને હવાલે કર્યા..
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદના રણાસણ ખાતે આવેલ ઈન્ડસ ટાવરના સેલ્ટર હોમમાં થી શનિવારે રાત્રીના સમયે બે ઈસમો આ સેલ્ટર હોમને નિશાન બનાવી અંદાજે ૫૦ મિટર જેટલો કેબલ વાયર કાપી તસ્કરી કરી ભાગી છૂટ્યા હતા.જયારે કેબલ વાયર કપાવાથી સાઇડ ડાઉન થતા સાઇડના સુપરવાઈઝર પિનાકીને તેમને આ મુદ્દે તલોદ પ્રાંતિજ તાલુકામાં વિજીટ નું કામ કરતા નિરૂદ્દીન મકરાણી ને જાણ કરતા ઘટના સ્થળે નિરૂદ્દીન,સુપરવાઈઝર,ટેકનીશીયન ભાવેશ વગેરે દોડી જઈ તપાસ કરતાં સેલ્ટર હોમમાં થી અંદાજે ૫૦ મિટરના જુદા જુદા નાના મોટા કેબલ વાયર ની તસ્કરી થવા પામી હોવાની જાણ થતાં ગામ પંથકમાં શોધખોળ હાથ ધરતા ગણતરીના કલાકમાં જ ગામમાં થી કેબલ વાયરની ચોરી કરનાર બે ઈસમોમાં વિજય માજીભાઇ અને અજય દિનેશભાઈ બંન્ને રહે.ઉમાશંકર બ્રીજ નીચે,હિમતનગર ને મુદ્દામાલ સાથે સ્થાનિકોએ ઝડપી પાડી તલોદ પોલીસ ને હવાલે કરતા તલોદ પોલીસે આ બંન્ને આરોપી સામે કિંમત રૂ.દસ હજારના કેબલ વાયર ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે અટકાયત કરી નિરૂદ્દીન મકરાણી ની ફરિયાદ ને આધારે ગુનો નોંધી વધુ તપાસ તલોદ પોલીસે હાથ ધરી હોવાનું જણાવ્યું હતું..