તલોદ માં મધરાત્રે પ્લાયવુડ ના કારખાના માં લાગી ભીષણ આગ – વાચો અહેવાલ
તલોદ,પ્રાંતિજ,હિમતનગર ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો
આગજની ની ઘટના મા લાખ્ખો નું નુકશાનનો અંદાજ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ માં પ્લાયવુડના કારખાના માં લાગેલી ભીષણ આગ માં પ્લાયવુડ બનાવવાનું મટેરીયલ્સ સહિત ભારવાહક ટેમ્પો બળીને ખાખ થઈ જતાં અંદાજે લાખ્ખો રૂપિયા નું નુકશાન થવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ ટી આર ચોકડી નજીક આવેલ વ્રજ ટ્રેડર્સ નામના કારખાના માં પાઇન માં થી પ્લાયવુડ બનાવવાના આવેલ કારખાના માં સોમવાર મધરાત્રે એકાએક આગ ભભૂકી ઉઠતા આગના ધુમાડા ના ઘોટેઘોટા નિકળતા ધુમાડાની દુર્ગંધથી આગ લાગી હોવાની જાણ આસપાસના લોકોને થતા આગની ઘટના મુદ્દે તલોદના અગ્રણી વેપારી અભયભાઇ શાહ,વિનુભાઈ મિસ્ત્રી,દામોદર પટેલ સહિત કારખાના માલિક પ્રવિણભાઇ પટેલ સહિત તાત્કાલિક કારખાને દોડી જઈ તલોદ નગરપાલિકા ફાયર ફાઇટર ને બોલાવી આગ બુઝાવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ આગ એટલી વિકરાળ હતી કે એક ફાયર ફાઇટર થી કાબુમાં આવી શકે તેમ ન હોઈ પ્રાંતિજ અને હિમતનગર ફાયર બ્રિગેડની મદદ લઈ સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.પરંતુ ત્યાં સુધીમાં કાચું મટેરીયલ્સ,ભારવાહક ટેમ્પો બળીને રાખ થઈ ગયો હતો.જે બનાવ અંગે કારનાખા ના માલિક પ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતું કે મધરાત્રે કારખાના માં ભીષણ આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક કારખાને દોડી આવ્યા હતા.આગના બનાવ અંગે તલોદ પોલીસ,મામલતદાર ડી.એલ રાઠોડ ને જાણ કરતાં તેઓ પણ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તલોદ,પ્રાંતિજ, હિમતનગર ના ફાયર ફાઇટર ની મદદથી બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.આ લાગેલી આગ માં અંદાજે ૧૨ થી ૧૫ લાખ રૂપિયા નું નુકશાન થવા પામ્યું હોવાનું ઉપરાંત કોઈ જાનહાની નહીં થવા પામી હોવાનું તેમને જણાવ્યું હતું. …