ખેડબ્રહ્મા પઢારા ચેક પોસ્ટ પાસેથી હથિયાર સાથે ઈસમ ઝડપાયો
પૌત્ર અને દાદા સામે આમર્સ એક્ટ હેઠળ નોધાયો ગુનો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પઢારા ચેક પોસ્ટ નજીકથી પોલીસે બંદૂક સાથે એક ઈસમની અટકાયત કરી બે વિરુદ્ધ આમર્સ એક્ટ હેઠળ ગુનો નોધી ખેડબ્રહ્મા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે અંગે ખેડબ્રહ્મા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ લોકસભા ચૂંટણી ને પગલે સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલીગ ની કામગીરી સઘન કરવામા આવી છે.ગતરોજ ખેડબ્રહ્મા ની આતરરાજય ચેક પોસ્ટ પઢારા નજીક થી પસાર થતા શંકાસ્પદ ઈસમ નાણા લાલાભાઈ ખોખરીયા રહે.ટુટાખાદરા,ની અટકાયત કરી તેની તલાશી લેતાં તેના કબ્જામાં થી ફુલ્લીદાર દેશી બનાવટની નાળીવાડી બંદૂક કિમત રૂ.૫૦૦૦/-ની મળી આવતા આ બાબતે વધુ પુછપરછ કરતાં આ બંદૂક તેનો પૌત્ર કિશન બાલુ ખોખરીયા બે વર્ષ અગાઉ ક્યાંક થી લાવ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતાં ખેડબ્રહ્મા પોલીસે બંન્ને પિતા, પૌત્ર સામે આમર્સ એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું ખેડબ્રહ્મા પીએસઆઇ અર્જુનભાઈ જોશી એ માહિતી આપતા જણાવ્યુ હતું.