ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ તેમજ બિયર ટીન સહિત કુલ કિ.રૂ.૧૩,૪૪,૮૮૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
બાતમીના આધારે વોચમાં રહેતા દારૂના જથ્થા સાથે અટકાયત કરવામાં આવેલ
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ જે સૂચના આધારે તા.૨૮/૧૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે રમેશભાઇ ઉર્ફે બાદશાહ ગોહેલ રહે. મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ ભાવનગરવાળા તેઓના કબ્જા ભોગવટાના ટ્રક રજી.નંબર-GJ-27-TD 2454માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સનેસ ચોકડી તરફથી ભાવનગર તરફ આવવાના છે. જે બાતમી આધારે કાળાતળાવથી નિરમા કંપની તરફ જવાના ત્રણ રસ્તે ભાવનગર તરફ જવાના નાકા ઉપર વોચમાં રહેતા રમેશભાઇ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહેલ ઉ.વ.૪૫ ઇસમને પકડી તપાસ કરતા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી અલગ-અલગ કંપની સીલપેક પ્લાસ્ટીક તથા કાચની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલો/બિયર ટીન સાથે મળી આવેલ જેમના વિરૂધ્ધ ભાવનગર, વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ…..
ન્યુઝ બાય :- અશ્વિન જી.ગોહેલ ભાવનગર