
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ હોય
જે સંદર્ભે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને અગાઉ બાતમી મળેલ કે વિશાલભાઇ નટુભાઇ રાજપોપટ રહે. આનંદનગર, ભાવનગર વાળો આડોડીયા વાસ સામે, દુકાનમાં એચ.એસ. માર્કેટીંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે રોમી પાર્લર લખેલ દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીત નો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જેથી આ જગ્યામાં રેઇડ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓ પાસેથી વોરંટ મેળવી ઉપરોકત જગ્યાએ રેઇડ કરતાં યંત્રો પર રમત રમતા કુલ ૧૩ લોકોની અટકાયત કરેલ જે તમામ લોકો સામે ઘોઘા રોડપોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
યંત્રો પર રમત રમતા ઈસમો આરોપીઓ
1. મીલનભાઇ હિતેષભાઇ પંડયા ઉ.વ.૨૫ રહે. નિર્મળનગર, શેરી નં.-૮, ઘર નં.-૨૧બી, ભાવનગર.
2. કિરણભાઇ બાબુભઇ ચોવીસીયા ઉ.વ.૨૮ રહે.કુંભારવાડા,માઢીયા રોડ, મફતનગર, મ્યુનિસિપલ ક્વાર્ટરની સામે ભાવનગર.
3. આબીદ સુલેમાનભાઇ લાખાણી ઉ.વ.૩૯ રહે. બોરડીગેટ, ત્રિમુર્તી હનુમાનજી વાળો ખાંચો, ભાવનગર.
4. અલ્તાફભાઇ ઉમરભાઇ મકી ઉ.વ.૨૫ રહે.આનંદનગર, જુના ત્રણ મળિયા બ્લોક નં.-૮, ભાવનગર
5. મનીષભાઇ રમેશભાઇ ડોડીયા ઉ.વ.૩૮ રહે. નિર્મળનગર શેરી નં.-૮, ઘર નં.-૨૭, ભાવનગર
6. કલ્પેશ દાનાભાઇ ડાંગર ઉ.વ.૩૨ રહે.નેસડા દશામાંના મંદિરની બાજુમાં તાલુકો. શિહોર જી. ભાવનગર
7. ઠાકરશીભાઇ ધુડાભાઇ બારૈયા ઉ.વ.૩૨ રહે. કુંભારવાડા, રામદેવનગર, શેરી નં.-૧, ભાવનગર
8. એહમદભાઇ કાદરભાઇ શેખ ઉ.વ.૬૦ રહે. અમીપરા, માવતવાળો ખાંચો, વડવા,ભાવનગર
9. સાલેભાઇ મુનાફભાઇ બકીલી રહે.દિવાનપરા લીંબડી વાળી સડક, કોઠીના ઝાડ પાસે, ભાવનગર
10. અમીનભાઇ ઉમરભાઇ શેખ ઉ.વ.૫૦ રહે.જોગીવાડની ટાંકી,કુરૈશી મોટર ગેરેજની સામેની ગલી, ભાવનગર
11. હિરેનભાઇ કાનજીભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે. નિર્મળનગર શેરી નં.-૮, ઘર નં.-૧૬, ભાવનગર
12. લાલાભાઇ ભોપાભાઇ ગુડાળા ઉ.વ.-૩૨ રહે.જુની માણકવાડી,કાછીયાવાડ,હનુમાનજીના મંદિર સામે, ભાવનગર
13. વિશાલભાઇ નટુભાઇ રાજપોપટ ઉ.વ.૩૨ રહે.બ્લોક નં.૧,રૂમ નં.૨૩,આનંદનગર,ત્રણ માળિયા, ભાવનગર
14. રાહુલભાઇ ભરતભાઇ ચુડસમા રહે. ભાવનગર ( પકડવાનો બાકી )
15. એચ.એસ.ઓનલાઇન માર્કેટીંગ પ્રા.લી.ના માલિક રજનીભાઇ વલ્લભભાઇ પટેલ રજી.ઓફિસ-જુનાગઢ ( પકડવાનો બાકી )
*પોલીસ દ્વારા રેડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ*
1. ભારતીય દરના ચલણી નોટો રૂ.૩૧,૦૬૦/-
2. કાળા કલરના HP લખેલ કિ-બોર્ડ, FRON tech કંપનીનું માઉસ તથા કાળા કલરનું REO લખેલ સી.પી.યુ. અને પાવર કેબલ કિ.રૂ.૧૦,૦૦૦/-
3. કાળા કલરના અંગ્રેજીમાં Irvvine બારકોડ સ્કેનર (સ્કેનર) તથા થર્મલ રીસીપ્ટ પ્રિન્ટરની કિ.રૂ.૫૦૦/-
4. PATEL AGENCY યંત્ર મશીન કિ.રૂ.૧૦,૦૦૦/-
5. H.S.Online Marcating PVT.LTD લખેલ ચાંદી જેવી ધાતુના સિક્કા નંગ-૨૫ કિ.રૂ.૦૦/-
6. અલગ-અલગ આઇ.ડી.વાળા લેમીનેશન કરેલ યંત્ર કાર્ડ-૨૭ કિ.રૂ.૦૦/-
7. ઇન્ડિયા નોન જયુડી. રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ સર્ટીફિકેટ નંબર- IN-GJ90062827678653W ઉપર અંગ્રેજીમાં Patel AGENCY PRO Rajnibhai Vallabhbhai patel અને CHUDASAMA RAHUL BHARATBHAI વચ્ચે થયેલ એજન્સી કરાર પાના નંગ-૯ કિ.રૂ.૦૦/-
8. કેનરા બેંકની ચેક બુક-૧ કિ.રૂ.૦૦/-
9. થર્મલ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢવાના કોરા રોલ નંગ-૧૦ જેની કિ.રૂ.૦૦/-
10. મલ્ટી પ્લગ બોર્ડ કિ.રૂ.૦૦/- મળી *કુલ રૂ.૪૨,૨૬૦/-નો મુદ્દામાલ*
ઓનલાઇન યંત્ર ઉપર જુગાર રમાડવાની એમ.ઓઃ-*
ઓનેસ્ટ-૧ નામની ફ્રેન્ચાઇઝીમાં ઓનલાઇન યંત્રોનું વેચાણ કરવાના બહાને દુકાનમાં ઓનલાઇન યંત્રોના ચિત્રો બતાવી ગ્રાહક રૂ.૧૧, રૂ.૨૨, રૂ.૩૩, રૂ.૪૪, રૂ.૫૫/- એમ અલગ-અલગ યંત્ર ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઇ એક યંત્ર દર પાંચ મીનીટે ઓનલાઇન વિજેતા જાહેર થાય.જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલ રૂપિયાની સામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે રૂ.૧૧/- લગાડેલ હોય તો તેને લગાડેલ રૂપિયા ઉપરાંત રૂ.૯૯/- આપવામાં આવે છે. આમ, અન્ય ગ્રાહકોએ લગાડેલ યંત્ર વિજેતા ન થાય તેના રૂપિયા જાય. આ ગ્રાહકોને કોઇપણ પ્રકારનું યંત્ર કે સિક્કાઓ આપવામાં આવતાં નથી કે કોઇ ગ્રાહકો યંત્ર કે સિક્કા ખરીદ કરવા માટે જતાં નહિ હોવાનું જણાય આવેલ. આ એક પ્રકારનો વરલી મટકાના આંકડાને લગતો-મળતો જુગાર જણાય આવેલ. કારણ કે, વરલી મટકાના જુગારમાં આંકડા જાહેર થાય અને આ જુગારમાં યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય.
ન્યુઝ બાય :- અશ્વિન જી.ગોહેલ ભાવનગર