ગુજરાતભાવનગર

બે ચોરીના બાઇક સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

બે મોટર સાયકલ-કિ.રૂ.૧૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડેલ

ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના કર્મચારીઓને પેટ્રોલિંગ માં હોય જે ગત તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, પાલીતાણા રેલ્વે ફાટક રાજસ્થળી ગામ જવાના રસ્તે એક ઇસમ એક હિરો હોન્ડા કંપનીની કાળા કલરની, સીડી ડોન જેના રજી.નં.GJ-04-AD-6528 ની મો.સા. લઇને ઉભેલ છે જેણે આછા લીલા કલરનો શર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે અને તે ગાડી તેને ચોરી અથવા તે છળકપટથી મેળવેલાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં કૌશીકભાઇ અશ્વિનભાઇ ભેડા નામના ઇસમ પાસેથી તથા તેના રહેણાંક મકાનેથી બીજી અન્ય એક  મોટર સાયકલ મળી આવેલ. તેની પાસે મોટર સાયકલ અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ તે કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં બંને મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરવામાં આવેલ.આ ઇસમને મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી પાંચેક દિવસ પહેલા પાલીતાણા ખાતે આવેલ તળેટી વિસ્તાર ગીરીવિહાર હોસ્પીટલના પાર્કીગમાંથી હીરો હોન્ડા સીડી ડોન રજી.નં.GJ-04-AD-6528 તથા આજથી આશરે દોઢેક મહિના પહેલા હીરો હોન્ડા સીડી ૧૦૦ રજી.નં. GJ-05-BB-6045 મોટર સાયકલ પથીકાશ્રમ, પાલીતાણાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

અશ્વિન જી. ગોહેલ ભાવનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!