ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં આરોપી ફરાર રહેતો હતો

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના કર્મચારીઓને સખત સુચના આપેલ હોય જેમાં આજરોજ તા.૦૫/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપી પકડવા માટે ભાવનગર,મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, સુરત શહેર,વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી રાકેશ ઉર્ફે આર.કે. જયંતીભાઇ પરમાર રહે.નેસવડ તા.મહુવા જી.ભાવનગર વાળો કાળા કલરનું ટીશર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરીને તેના ઘરે હાજર છે.જે બાતમી આધારે તપાસ કરતાં રાકેશ ઉર્ફે આર.કે. જયંતીભાઇ પરમાર ઘરે હાજર મળી આવતા તેમની અટકાયત કરી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને સુરત શહેર, વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ.