નગર શિક્ષક સંઘ મહુવા દ્વારા બાળકો નાં સર્વાંગી વિકાસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪ નુ આયોજન કરવામાં આવેલ
આ જંગી ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું આયોજન તા. 22/12/2024 ના રોજ કરવામાં આવ્યું હતું
મહુવા નગર શિક્ષક સંઘ નાં પ્રમુખ શ્રી નિલેશભાઈ એમ સોલંકી દ્વારા મહુવા માં ૨૦ વર્ષ બાદ મહુવા નગર પ્રાથમિક શાળા નાં બાળકોના સર્વાંગી વિકાસ હેતુ અર્થે શિક્ષકો ભાઈઓ અને બહેનો માટે એક જંગી ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું આયોજન તા. 22/12/2024 ના રોજ કરવામાં આવેલ
જેમાં આગામી વર્ષ ૨૦૩૬ માં ગુજરાત માં ઓલમ્પિક ગેમ્સ નું આયોજન થવાનું હોઈ તેથી બાળકો નો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકો ને પ્રોત્સાહિત કરવા પધારેલ મહુવા નાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ગોહિલ, નગર પાલિકા નાં ચેરમેન શ્રી ભરતભાઈ બાંભણિયા,નગર શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી જીતેનભાઈ પંડ્યા ,પત્રકાર એકતા પરિષદ મહુવા નાં પ્રમુખ શ્રી દિનેશરાજભાઈ રાવલિયા, શ્રી મેહુલ ભાઈ (શિક્ષણ સમિતિ સભ્યશ્રી), શ્રી નીતિનભાઈ દવે (શિક્ષણ સમિતિ સભ્યશ્રી), એલ.આઇ.સી.મહુવા બ્રાન્ચ મેનેજર શ્રી હેમરાજ ભાઈ, શ્રી મનુભાઈ ગોહિલ (સંતોષ પાઉં ભાજી) તેમજ મહુવા તાલુકા ખેલ મહાકુંભ નાં કન્વીનર શ્રી વી. ટી. ડોડીયા અને નગર શિક્ષણ સમિતિ નાં તમામ શિક્ષકો અને આચાર્યો,વાલીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિતિ રહયા હતા જ્યારે સમગ્ર ટુર્નામેન્ટ માં બહેનો ની ટીમ માંથી શાળા નં.૬ ની બહેનો વિજેતા બનેલ જયારે ભાઈઓ ની ટીમ માંથી શાળા નં.૧૩ ભાઈઓ વિજેતા બનેલ હતા અને શિક્ષકો ની ટીમ માંથી નિલેશભાઈ એમ સોલંકી (પ્રમુખશ્રી નગર શિક્ષક સંઘ મહુવા) ની ટીમ વિજેતા થયેલ. જેમાં શિક્ષકો માં પ્રમુખશ્રી નિલેશભાઈ એમ સોલંકી મેન ઓફ થી મેચ અને મેન ઓફ થી સીરીઝ બનેલ જેમણે પ્રથમ ઇન્નિગ્સ માં 8 સિક્સ સાથે 58 રન કરી નોટ આઉટ રહેલ.અને ફાઇનલ માં 10 સિક્સ સાથે ૭૬ રન કરી નોટ આઉટ રહી પોતાની ટીમ ને વિજેતા બનાવેલ હતી આ સમગ્ર ટુર્નામેન્ટ ને અંતે બાળકો અને શિક્ષકો ને પ્રમાણ પત્ર ને ટ્રોફી તેમજ મેન ઓફ થી મેચ અને સીરીઝ ને પ્રમાણ પત્ર અને ટ્રોફી આપવામાં આવેલ.શિક્ષકો ની ટીમ માં નિલેશભાઈ એમ સોલંકી(પ્રમુખશ્રી નગર શિક્ષક સંઘ મહુવા) ને મેન ઓફ ઘ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ બની બાળકોને પ્રેરણા દાયક બનેલ છે. સમગ્ર ટુર્નામેન્ટ શાન્તિ પૂર્વક કોઈપણ જાત નાં વાદ વિવાદ વગર ખૂબ જ આનંદિત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવે
રિપોર્ટર :- અમીન પાયલ મહુવા