સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને બ્રહ્માકુમારી ના સંયુક્ત ઉપક્રમે યોગ મેડીટેશન અંગે કાર્યક્રમ યોજાયો
વિશ્વ યોગ દિવસ ની ઉજવણીના ભાગરૂપે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને પ્રજાપ્રતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુરેન્દ્રનગરના સહયોગથી મહાનગરપાલિકાના કમ્પાઉન્ડ ખાતે યોગ અંગે મેડીટેશન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના હર્ષદીદી દ્વારા આધ્યાત્મિક ધ્યાનથી મનની શાંતિ અને તણાવમાં રાહત રહે છે તેમજ આંતરિક શક્તિ અને સ્પષ્ટ નિર્ણય શક્તિમાં વધારો થાય છે તેમ જણાવી સંબંધોમાં સુમેળ અને સકારાત્મક વલણ અને આધ્યાત્મિક જાગૃતિ અને જીવનના ઉદ્દેશ્યની સમજણ આપી હતી.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે ભારતમાં અલગ-અલગ ધર્મોએ યોગને અલગ-અલગ મહત્વ આપ્યું છે. સ્વસ્થ અને નિરોગી બની રહેવા જીવનમાં યોગ સાથે આરામ અને વ્યસન મુકત રહેવું જરૂરી છે. ભગવદ ગીતામાં લખ્યું છે નિષ્કર્મ કર્મયોગ, અર્થાત કાર્ય કર્યા પછી ચિંતા મુક્ત રહેવું સ્વસ્થ અને નિરોગી જીવન માટે ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશન શ્રી અર્જુન ચાવડા અને શ્રી એસ. કે. કટારા, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુરેન્દ્રનગરના સભ્યશ્રીઓ તથા મહાનગપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અશરફ વોરા સુરેન્દ્રનગર