E-Paperગુજરાતગુજરાતભાવનગરસુરેન્દ્રનગર
ભાવનગર જિલ્લાના આઇકોનિક સ્થળ હાથબ બીચ ખાતે “YOG” યોગની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હાથબ બીચ ખાતે કરવામાં આવેલ

ભાવનગર જિલ્લાના આઇકોનિક સ્થળ હાથબ બીચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી માં વિધાર્થીઓ દ્વારા યોગની પ્રતિકૃતિ બનાવી આકર્ષણ નું કેન્દ્ર બનાવ્યું હતું જેમાં 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂનના રોજ સમગ્ર વિશ્વની સાથે ગુજરાત તેમજ ભાવનગરમાં પણ આઇકોનિક સ્થળ ખાતે યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે હાથબ બીચ ખાતે સરકારી સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા યોગ ની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં ભાવનગર જિલ્લાના આઈકોનિક સ્થળ હાથબ બીચ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગની પ્રતિકૃતિની ડ્રોન તસવીર ખૂબ જ આકર્ષક રહી હતી. હાથબ બીચ ખાતે પી.એમ. શ્રી હાથબ અને બંગલા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરીને પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
——
અહેવાલ :-અશ્વિન જી. ગોહેલ ભાવનગર