
ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક શ્રી જે. કે. બાંભણીયા વયનિવૃત્ત થતાં તેમને વિદાય આપવા નાયબ માહિતી નિયામક શ્રી આર. એસ. ચૌહાણના અધ્યક્ષસ્થાને અને વડી કચેરી ગાંધીનગરની વિજ્ઞાપન શાખાના નાયબ માહિતી નિયામક શ્રી ચિંતન રાવલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ચિંતન રાવલ અને શ્રી આર. એસ. ચૌહાણ સહિત માહિતી પરિવાર દ્વારા શ્રી બાંભણીયાને સ્વસ્થ અને પ્રવૃત્તિમય નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ તેમની પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠા માટે તેમના કાર્યની પ્રસંશા કરવામાં આવી હતી
શ્રી જે. કે. બાંભણીયા આજે તારીખ ૩૦ જૂન- ૨૦૨૫ ના રોજ વયનિવૃત્ત થતાં જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના અધિકારીશ્રી અને કર્મચારીઓ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટાફ દ્વારા શ્રીફળ આપી શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી શ્રી બાંભણીયાનું સન્માન કરવામાં આવ્યું હતું જયારે જગદીશભાઈ બાંભણીયાએ માહિતી પરિવારની ટીમ સાથે વિતાવેલ તમામ પળોને યાદ કરીને તેમના કાર્યકાળ દરમિયાનનો સમય સારા કાર્યો સાથે ખુશીથી પૂર્ણ થયો હતો એના સંસ્મરણો તાજા કર્યા હતાં.
આ તકે કચેરીના જુનિયર ક્લાર્ક શ્રી જયરાજસિંહ પરમારે સ્વાગત પ્રવચન અને અધિક્ષક શ્રી યુ. જે. બરાળે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ શ્રી કૌશિક શીશાંગીયાએ કર્યું હતું.
અહેવાલ :- અશ્વિન જી. ગોહેલ ભાવનગર