
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
જેમાં આ તકે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી પહોંચે અને એમના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે તે માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, એલિમ્કોના સહયોગથી તા. ૩૦ જૂન થી તા.૧૫ જૂલાઇ-૨૦૨૫ સુધી ભાવનગર શહેર અને તાલુકાઓમાં વિવિધ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે તા.૩૦ જૂન થી તા. ૩ જૂલાઈ દરમ્યાન ભાવનગર સિટી, પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્યના ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સર્ટી. ટી. જનરલ હોસ્પિટલ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ એસેસમેન્ટ દ્વારા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, એલિમ્કો સહાયક ઉત્પાદન કેન્દ્ર ઉજ્જૈન દ્વારા વરીષ્ઠ નાગરીકોને ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગની સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ સાથે ફોલ્ડિંગ ખુરશી વગેરે 15 પ્રકારના ઉપકરણો જરૂરિયાત મુજબ આપવામાં આવશે જયારે પરીક્ષણ માટે (૧) આધાર કાર્ડ અને (૨) રૂ. ૧૫ હજાર કે તેથી ઓછી આવકના દાખલા સાથે નિ:શુલ્ક નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને એસેસમેન્ટ કેમ્પ તા. ૪ જૂલાઇએ ઘોઘા તાલુકાના સામૂહિક કેન્દ્ર ખાતે, તા. ૫ જૂલાઇએ શિહોર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. ૭.જૂલાઇએ વલ્લભીપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. ૮ જૂલાઇએ ઉમરાળા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. ૯ જૂલાઇએ તળાજા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. ૧૦ જૂલાઇએ મહુવા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. ૧૧ જૂલાઇએ જેસર તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. ૧૪ જૂલાઈએ ગારીયાધાર તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને તા. ૧૫ મી જૂલાઇએ પાલીતાણા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે જુદા જુદા સ્થળોએ એસેસમેન્ટ કેમ્પ થશે. આ એસેસમેન્ટ સાથે સાથે વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ, પ્રધાન મંત્રી વય વંદના આયુષ્યમાન કાર્ડ, આવક ના દાખલ પણ કાઢી આપવામાં આવશે.
અહેવાલ :- અશ્વિન જી. ગોહેલ ભાવનગર