E-Paperગાંધીનગરગુજરાતગુજરાતભારતભાવનગર

ચોરી થયેલ રીક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

રિક્ષા ચોરી કરનાર ઈસમ હરેશભાઇ કનુભાઇ ચારોલીયા ઉ.વ.૨૦ રહે.પ્લોટ વિસ્તાર,કુંભણ તા.મહુવા જી.ભાવનગર

ભાવનગર પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબ દ્વારા  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ હોય 

જે અંગે તા.૦૩/૦૭/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, પીળા તથા કાળા કલરની આગળ ભાગે નંબર પ્લેટ વગરની તથા પાછળ ભાગે GJ-24-W-3993 નંબર ની  રીક્ષામા એક પુરુષ બેઠેલ છે. જે રીક્ષા તેણે કયાંકથી ચોરી કરી અથવા  છળ કપટથી મેળવેલ હોવાની શંકા ને આધારે પોલીસ ટીમ દ્વારા  બાતમીવાળી જગ્યાએ આવતાં  ઓટો રીક્ષા સાથે હરેશભાઇ કનુભાઇ ચારોલીયા ઉ.વ.૨૦ રહે.પ્લોટ વિસ્તાર,કુંભણ તા.મહુવા જી.ભાવનગર વાળો હાજર મળી આવેલ. જે રીક્ષા તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય જેથી ઇસમની અટકાયત કરી રિક્ષા  કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ રીક્ષા વિશે પુછપરછ કરતાં ’’ આજથી દોઢેક મહિના પહેલા તેમના મિત્ર રઘુભાઇ મુળજીભાઇ પરમાર રહે.કુભણ તા.મહુવાવાળાએ રૂ.પ,૦૦૦/-માં વેચાતી આપેલ હોવાનું અને તે રીક્ષા પોતે વાપરતો હોવાનું જણાવેલ.’’ જે અંગે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ… 

અહેવાલ અશ્વિન જી. ગોહેલ ભાવનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!