
ભાવનગર પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે દ્વારા ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ હોય જે સંદર્ભે તા.૦૩/૦૭/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, શૈલેષભાઇ મગનભાઇ બારૈયા તથા ઋત્વીકભાઇ નટુભાઇ ભટ્ટ રહે.બંને પીપરલા તા.તળાજાવાળા બસ સ્ટેશન પાસે,બપાડા ગામે જવાના રસ્તે અવાવરૂ રહેણાંકી મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં બંને ઇસમો હાજર મળી આવેલ નહિ.આ જગ્યાએથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો નંગ-૨૧૬ કિં.રૂ.૨,૩૭,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ. જેથી તેઓ વિરૂધ્ધ ભાવનગર, અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
આરોપીઓ:-
1. શૈલેષભાઇ મગનભાઇ બારૈયા (પકડવાના બાકી)
2. ઋત્વીકભાઇ નટુભાઇ ભટ્ટ રહે.બંને પીપરલા, તા.તળાજા જી.ભાવનગર (પકડવાના બાકી
અહેવાલ :- અશ્વિન જી. ગોહેલ ભાવનગર