
ભાવનગર પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ હોય જે અંગે ગત તા.૦૩/૦૭/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, એક મરૂન કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ પુરુષ આગળ-પાછળ નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે મોતીતળાવ રોડ,વી.આઇ.પી ગેટ નંબર-૦૨ ની સામેના ભાગે જાહેર રોડ ઉપર ઉભેલ છે. જે મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં અલ્ફાઝ અબ્દુલભાઇ બેલીમ ઉ.વ.૨૬ રહે. ચાંદ મસ્જીદ પાસે, ઘોબી સોસાયટી, બોરતળાવ, ભાવનગર માણસ હાજર મળી આવેલ. જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં ’’આજથી છએક વર્ષ પહેલા રીક્ષા ડ્રાયવિંગ કરતો શીલુ ખોજા નામનો માણસ આડોડીયાવાસમાં ભેગો થયેલો. તેણે આ મોટર સાયકલ વાપરવા માટે આપેલ હોવાનું જણાવેલ.’’ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
અહેવાલ :- અશ્વિન જી. ગોહેલ ભાવનગર