
સુરેન્દ્રનગર ના યુવા એડવોકેટ એન્ડ નોટરી રૂસ્તમભાઈ પીલુડીયા એક પાકીટ મળી આવેલ જ્યારે આજે સાંજના સુરેન્દ્રનગર સીટી મામલતદાર કચેરી પાસે એક લેડીઝ પાકીટ મળી આવતા પાકિટમાં ચેક કરતાં રોકડ રકમ તેમજ જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ હોય જેને લય આ પાકીટ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન ના પી આઈ શ્રી સંગાડા સાહેબ ને આપતા પી. આઈ સાહેબ શ્રી દ્વારા ગણતરી ની મિનિટો મા તપાસ કરી ને પાકીટ ના મૂળ માલિક નાઝમીનબેન લાલમોહમદભાઈ સમા ને ગોતી ને સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન મા રૂબરૂ બોલાવી ને રૂસ્તમભાઈ પીલુડીયા ના હસ્તે મૂળ માલિક ને પાકીટ સુપ્રત કરેલ ત્યારે નાજમીનબેન એ રૂસ્તમભાઈ પિલુડીયા અને પોલીસ અધિકારી પીઆઇ શ્રી સંગાડા સાહેબ તથા સિટી પોલીસ સ્ટેશન ના સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ..નાજમીનબેન જણાવેલ કે પાકીટ માં પાનકાર્ડ એટીએમ કાર્ડ ડ્રાઇવિંગ પીયુસી તેમજ રોકડ રૂપિયા અને અગત્યના કાગળો હોય મળી આવેલ તે તમામ સહી સલામત મળેલ હતા જ્યારે રૂસ્તમભાઈ પીલુડિયા એડવોકેટ ની સાથે સાથે હોમગાર્ડ દળમા માં પણ પોતાની સેવાકીય કાર્ય કરે છે
અહેવાલ :- અશરફ વોરા સુરેન્દ્રનગર