
ગુજરાત રાજ્ય ના મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના અઘ્યક્ષસ્થાને તા.૬ જૂલાઇ,૨૦૨૫ને રવિવારના રોજ બપોરે ૩:૦૦કલાકે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે શ્રી દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમર્પિત એક વિશિષ્ટ અને સરાહનીય કાર્યક્રમ “દિવ્યસેતુ પરિસંવાદ – સેમીનાર” યોજાશે…
આ પરિસંવાદનું મુખ્ય ઉદ્દેશ કોળી સમાજના સર્વાંગી વિકાસ, સુદૃઢ એકતા અને યુવા પેઢીને નવી દિશા અને ઉર્જા આપવા માટે પ્રેરણા પૂરું પાડવાનો છે. પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીકર શ્રી પારસ પાંધી તેમના જીવંત અને આત્મવિશ્વાસથી ભરપૂર સંવાદ દ્વારા જીવનના પડકારો સામે સફળતાપૂર્વક લડવા અને નિષ્ફળતાને શીખ તરીકે અપનાવાની શક્તિ વિષય પર પ્રેરણાદાયી માર્ગદર્શન પુરૂ પાડશે….
જયારે મંત્રીશ્રી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતાં કોળી સમાજના કર્મચારીઓ – જેમ કે શિક્ષકો, તલાટીઓ, વકીલો, ડૉક્ટરો, પોલીસ અને સૈનિકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, શિક્ષણવિદો, યુવા આગેવાનો અને વિશાળ સંખ્યામાં સાથીઓ ઉપસ્થિત રહીને એક નવા યુગના સમાજ નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનશે…
અહેવાલ :- અશ્વિન જી. ગોહેલ ભાવનગર