
અમરેલી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર રિપેરિંગ માટે કામગીરી ચાલુ છે
પરંતુ તાજેતરમાં રીપેર થયેલા રસ્તાઓ ફરીથી ખરાબ હાલત થવાને કારણે નાગરિકો દ્વારા તંત્રની કામગીરીની ગુણવત્તા પર સવાલ ઊભા કરી રહ્યા છે.એમ.બી.ચોક, ડૉ.પરમારની હૉસ્પિટલ, લાઠી રોડ અને રોયલ પાર્ક વિસ્તાર જેવા મુખ્ય માર્ગોમાં તાજેતરમાં રોડ રિપેરિંગ કરવામાં આવ્યા હોવા છતાં, ભારે વરસાદમાં ફરી ખાડા પડી જતા છે. પરિણામે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.ચોમાસા પહેલા તાકીદે કામગીરી શરૂ કરવાની સુચનાઓ મળ્યા બાદ નગરપાલિકા દ્વારા રિપેરિંગ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કામગીરીની ગુણવત્તા અંગે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે.તંત્ર દ્વારા અલીફનગરમાં નવા સી.સી. રોડનું કામ પણ પ્રગતિ હેઠળ છે, તેમ ચીફ ઓફિસરએ માહિતી આપી છે. જોકે જૂના માર્ગોનું વારંવાર રીપેરીંગ તંત્રની ઢીલાશને ઉજાગર કરે છે.
રિપોર્ટર :- મૌલિક દોશી અમરેલી